Sandal Ceremony of Saiyed ImamShah Bawa, Which is celebrated in Ramzan At Pirana Dargah

About Imam Shah Bawa Dargah 

True path, Satpanth, Siratemustkim………….
Pirana is a famous and historical village, located 18 km away from Ahmedabad and known for the famous secular shrine of Hajarat Pir Imamuddin kufreshikan (Imamshahbawa). Imam Shahbawa came here more than 550 years ago.He belongs to great Islamic family Hajarat Iamamjafar sadik (RA).

He was a firm believer in co-existence and communal harmony. He established a religious denomination – order – school of thought, which became popular and called Satpanth (Correct Path) Pir has thousand of followers belonging to all communities across the country. The follower of Imamshahbawa is called Satpanthis and the decedent of Pir is called Saiyed. Thousand of people from all communities visit this shrine every year. It’s a symbol of true secularism and tolerance.

ફરમાનજી
બિસ્મિલ્લાહ હિર્રરહેમાન નિર્રરહીમ.

સરકારી પરીક્ષાઓ માં ઘણી વખત પૂછયેલો પ્રશ્ન “ગુજરાત નો હિન્દૂ મુસ્લિમ એકતા નો સ્થળ કયો?

તેનો જવાબ આવે “પીરાણા”.

ઘણા સમય થી ચર્ચાઓ માં રહેલો નાનકડું ગામ, તો જાણીએ આજે પીરાણા અને પીરાણા માં આવેલા પીર સૈયદ ઇમામુદ્દીન કૂફરેશિકન(ર.અ.) ઉર્ફે પીર ઇમામશાહબાવા વિશે.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા નું મૂળ નામ સૈયદ ઇમામુદ્દીન અબ્દુરહીમ ઈબ્ને હસન કબીરુદ્દીન છે, તેઓ ને પીર ઇમામશાહબાવા, સૈયદ ઇમામુદ્દીનબાવા, કૂફરેશિકન, ઇમામુદ્દીન કૂફરેશિકન, ઇમામશાહ મહારાજ, સદગુરુ, બાવાજી તથા અન્ય ઘણા નામો દ્વારા ઓળખવામાં આવે છે. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા નો જન્મ હાલ ના પાકિસ્તાન ના પંજાબ ના ભાવલપુર જિલ્લા ના ઉચ્ચ પ્રદેશ માં થયો હતો, જેને આજે ઉચ્ચ શરીફ અથવા ઉચ્ચ તરીકે જાણવામાં આવે છે. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા નો વંશવેલો પયગંબર સાહેબ સુધી મળતો આવતો હોવાથી તેઓ ને સાદાત તરીકે પણ ઓળખવામાં આવે છે. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા નો જન્મ શુક્રવાર ના રોજ ૨૭ રબીઉલ આખીર હિજરી 834 એટલે કે 12 જાન્યુઆરી 1431 ના રોજ ઉચ્ચ શરીફ માં થયો હતો. જન્મ પછી હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને તેમની માતા બીબી સિહતી બીબી દ્વારા સાફ સફેદ રંગ ના વસ્ત્રો માં તેમના પિતા ને આપવામાં આવ્યા, તેમના પિતા હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન ઈબ્ને સદર અલ દિન હતા. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને તેમના પિતા દ્વારા ખોળા માં લઇ મહાન સિદ્ધિ માટે જન્મતા જ દુઆ આપવામાં આવી હતી. હઝરત પીર સૈયદ ઇમામશાહ બાવા ના પિતાશ્રી હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન ઈબ્ને સદરુદ્દીન નું જીવન ચરિત્ર વાંચતા તેમના પ્રેમાળ સ્વભાવ, ઇમાનદારી, ઉચ્ચ ચિંતન, શાંત સ્વભાવ ના વ્યક્તિત્વ ની ઝલક મળે છે. હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન તેમના પિતા હઝરત પીર સૈયદ સદર અલ દિન ઉર્ફ પીર સદરુદ્દીન અને તેમના ગુરુ હઝરત પીર સૈયદ ઇસ્લામશાહ(ર.અ.) પાસે થી ધાર્મીક જ્ઞાન મેળવ્યું હતું અને ઔલિયા તરીકે સિદ્ધ થાયા હતા, હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને તેમના પિતા દ્વારા રુહાની ઇલ્મ શીખવવામાં આવ્યો હતો.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ઉપર લખાયેલા પુસ્તકો અને કાવ્યો પર થી જાણવા મળે છે કે તેઓ એ નાનપણ માં જ માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે રુહાની જ્ઞાન મેળવી લીધું હતું, તેઓને નાનપણ માં જ સર્વ ધર્મ વિશે જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યો હતો. યુવાવસ્થામાં તેમને ઇસ્લામ ના પ્રચાર માટે તેમના પિતા હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન દ્વારા ગુજરાત તરફ રવાના કરાયા, સાથે સાથે ઇસ્લામ ના પ્રચાર માટે સતપંથ નો પ્રચાર કરવા આદેશ અપાયું. ગુજરાત રવાના થયા ના થોડા જ સમય માં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના પિતા હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીને ફાની દુનિયા થી પરદો કર્યો અને વફાત પામ્યા, ત્યારે હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ગુજરાત નો રસ્તો બદલી ને પાછા ઉચ્ચ તરફ રવાના થયા. પિતાશ્રી ના વફાત ના સમાચાર હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને રુહાની તાકાત થકી માલુમ થયા હતા. પોતે સફર માં ઘણા આગળ નીકળી ગયા હોવા છતાં તેઓ ચમત્કારિક રૂપે ઉચ્ચ માં પાછા આવી પોહોંચ્યાં. તે વખતે તેમના પિતાશ્રી નો જનાઝા લઇ લોકો કબ્રિસ્તાન તરફ જઈ રહ્યા હતા, તે સમયે હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા દ્વારા તેઓને રોકવામાં આવ્યા અને જનાઝા પાસે રુહાની ફૈઝ ની માંગણી કરી, ત્યારે લોકો એ તેમને આ સમય ફૈઝ માંગવાનો ન હોઈ કહી રોક્યા પરંતુ હઝરત પીર સૈયદ ઇમામશાહ બાવા દ્વારા જણાંવામાં આવ્યું કે તેઓ ને આમજ ફૈઝ માંગવાની વસિયત છે, વાત પૂર્ણ ન થઇ હતી અને જનાઝા માંથી તેમના પિતાશ્રી હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન દ્વારા હાથ લંબાવાઈ ને ઘણી ખરી નેમતો રુહાની ફૈઝ તરીકે આપવામાં આવી. પિતાશ્રી ની વફાત બાદ ચાલીસ દિવસ સુધી માતાશ્રી હઝરત સૈયદ સિહતી બીબી પાસે રોકાયા. ત્યાર બાદ તેઓ ગુજરાતમાં ઇસ્લામ ના પ્રચાર પેહલા ઈરાન જવા નીકળ્યા અને ઈરાનના કિરમાન પ્રદેશ માં હઝરત શૈખ સૈયદ ગુલામ મોહોમ્મદ(ર.અ) ને મળ્યા, જેઓ તેમના પિતાશ્રી હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન ના સાથીદાર હતા. ત્યાર બાદ કિરમાન થી થોડે દુર હઝરત પીર સૈયદ નૂરશાહ બુઝુર્ગ(ર.અ) પાસે થી સતપંથ પ્રચાર માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઈરાન માં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ની મુલાકાત હઝરત હાઝરબેગ એટલે કે મિરઝા અબ્દુલ રહીમ સાથે થઈ. હઝરબેગ તે વખતે ઈરાન ના શાહી વંશજો માંથી એક હતા. કિરમાન ના સફરે આવેલા હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા થી પ્રભાવિત થઈ તેઓ એ રાજપાટ અને શાહી જીવન છોડી ઇમામશાહબાવા ના શિષ્ય તરિકે ફકીરી ઇખતીયાર કરી અને હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના ખલિફા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.

કિરમાન માં રહી પિતાશ્રી ના સાથીદારો પાસેથી ઇસ્લામ ના પ્રચાર નું ઇલ્મ મેળવી તેઓ સાઉદી અરબ તરફ રવાના થયા, હજ પૂર્ણ કરી મદીના પોહોંચી ને પયગંબર મોહોમ્મદ (સ અ વ) સાહેબ પાસેથી ફૈઝ પ્રાપ્ત કર્યું, ત્યાર બાદ જન્નતુલ બકી માં પોતાના પૂર્વજ અને ઇસ્લામ ધર્મ ના ઇમામ હઝરત ઇમામ જફર સાદિક(ર.અ) પાસે થી પિતા હઝરત પીર સૈયદ હસન કબીરુદ્દીન ની વસિયત પ્રમાણે સંપૂર્ણ જ્ઞાન અને રુહાની ફૈઝ હાસિલ કર્યો.

મદીના થી પાછા ફર્યા બાદ હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ઉચ્ચ માં રોકાયા. થોડા સમય માતાશ્રી અને અન્ય કુટુંબીજનો પાસે રોકાયા બાદ પિતાશ્રીના આદેશ પ્રમાણે ગુજરાત તરફ પ્રયાણ કર્યું. સફર દરમિયાન તેઓ ‘અટૂણાં’ મુકામે આવી પહોંચ્યા અને અટૂણાં ગામ ની મસ્જિદ માં રોકાયા. કહેવાય છે કે જ્યારે હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ નમાઝ અદા કરી ત્યારે મસ્જિદ ના મિનારા પણ તેમની સાથે સઝદા કરવા માંડ્યા, નમાજ પૂર્ણ થયા બાદ મસ્જિદ ના મિનારા હતા તેમ ન તેમ થઈ ગયા. ત્યાંના લોકો દ્વારા જ્યારે આ રુહાની ચમત્કાર જોવામાં આવ્યો તો સેંકડો ની સંખ્યા માં મુસ્લિમો તેમના મુરીદ થયા અને અન્ય ધર્મ ના લોકો ઇસ્લામ ધર્મ માં સતપંથ થકી જોડાયા. આ ઘટના બાદ ઈસ્લામ ધર્મ ના સતપંથ નો બોહોળો પ્રચાર થયો અને 11મી સદી માં થઈ ગયેલા પીર અને તેમના વડીલ હઝરત પીર સૈયદ નૂર સતગુર નૂર (ર.અ) (હાલ નવસારી માં દરગાહ આવેલ છે) ના સતપંથ ને ફરી ઉજાગર થવા નો મોકો મળ્યો.

ત્યાર બાદ ઉલ્લેખવામાં આવે છે કે આગળ સફર માં ગુજરાતમાં અમદાવાદ ની સાબરમતી નદી નો વહેણ તીવ્ર હોવાથી ત્યાંના નવિકે નાવડી ચાલાવી ને સામેની તરફ જવાની હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને ના પાડી તેથી હઝરત હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ રુહાનિ તાકાત થી નદી ના વહેણ ને બે ભાગ માં વહેચી દીધા જે કદી પયગંબર હઝરત મુસા (અ.સ) દ્વારા સમુદ્ર માં ચમત્કાર કરી ને પોતાના અનુયાયીઓ ને દરિયો પાર કરાવાયો હતો તેવી જ રીતે હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ પણ સાબરમતી ને બે ભાગ માં વહેચી પોતાના અનુયાયીઓ ને નદી પાર કરાવી. આ ચમત્કારો જોઈ ને તેમના અનુયાયો ની સંખ્યા વધતી ગઈ અને લોકો સતપંથ થકી ઇસ્લામ ધર્મ અપનાવવા લાગ્યા. જે જગ્યા એ સાબરમતી નદી ના વહેણ બે ભાગ માં વહેચાયા હતા અને નદી ના ફાંટા પડ્યા હતા તે સ્થળ ને આજે પણ ‘ફાંટા’ તરીકે ઓળખવમાં આવે છે. અમદાવાદ થી 12 માઈલ દૂર લગભગ 1459 ના સમય માં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા તેમના અનુયાયીઓ અને તેમના શિષ્ય હઝરત હઝરબેગ સાથે હાલ દસક્રોઈ તાલુકા ના ગીરમઠા મુકામે આવી પોહોંચ્યાં હતા. ઉલ્લેખવામાં આવે છે કે તે સમયે ગુજરાત ના ગિરમથા ક્ષેત્ર માં દુકાળ પડ્યો હતો, હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને આ વાત ની જાણ થતાં તરત જ આસમાન સામે હાથ ઉઠાવી ને અલ્લાહ ને વરસાદ માટે દુઆએ કરી અને કુરાન ની આયાતો પઢવા લાગ્યા. થોડી જ વાર માં વાદળો નો ઘેરાવ થયો અને મુશળધાર વરસાદ વરસ્યો અને ચાર વર્ષ ના સતત દુકાળ નો અંત આવ્યો, સાથેજ થોડા સમયમાં જ અનાજ અને પશુઓ માટે નું ઘાસ જમીન માંથી ઉપજી આવ્યું. આવા ભવ્ય ચમત્કારો જોઈ ને ગામ ના લોકો સતપંથ માં જોડાયા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો, ત્યાર બાદ ગામ ના લોકો દ્વારા હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ને ગિરમથા માં જ રોકાઈ જવાનો આગ્રહ કરવામાં આવ્યો પરંતું ઇમામશાહબાવા દ્વારા જણાવાયું કે કિબલા(નમાઝ પડવાની દિશા, પશ્ચિમ) તરફ ફેંકેલો તીર જ્યાં જશે ત્યાંજ મારું મકામ થશે અને જ્યાં તિર પડ્યો એજ જગ્યા એ હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ મુકામ કર્યો તેથી આ વિસ્તાર નું નામ “પીરઆના” થયું જે સમય જતાં અપભ્રષ્ટ થઈ “પીરાણા” થયું અને આજે પણ તેને પીરાણા તરિકે ઓળખવામાં આવે છે. અને આજે પણ 550 વર્ષ જૂની ભવ્ય દરગાહ આવેલી છે.

હઝરત પીર ઇમામશાહબાવા ના લગ્ન વિશે વધુ માહિતી મેળવી શકાતી નથી પરંતુ અમુક સાહિત્યો દ્વારા જાણવામાં આવે છે કે હઝરત પીર ઇમામશાહબાવા ના લગ્ન શાહ મોહોમ્મદ શાહ બીજા ની દીકરી હઝરત ફાતિમા ર.અ. જોડે થાયા હતા. શાહ મોહોમ્મદ શાહ બીજો તે વખતે ગુજરાત સલ્તનત નો પૂર્વ સુલતાન તેમજ મહેમુદ બેગડા નો પિતા હતો. દંતકથાઓ અનુસાર જ્યારે તેમના ના પાડવા છતાં તેમને લગ્ન માં દહેજ આપવામાં આવ્યું ત્યારે કિંમતી ખજાના તેમજ હાથી ઘોડા સહિત બધું સમાન હાલ ના ગોમતીપુર વિસ્તાર માં આવેલ હથિખાઈ માં દટાઈ ગયું હતું. આજે પણ હથિખાઈ ગોમતીપુર વિસ્તાર માં છે. પરંતુ આ માહિતી ના કોઈ ઠોસ પુરાવા મળતા નથી, તેથી આ માત્ર દંતકથા પૂરતી સીમિત છે.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા અને હઝરત ફાતિમા બીબી ને ચાર દીકરા હતા અને એક દિકરી હતા. જેમાં પ્રથમ સૈયદ મોહોમ્મદશાહ ઉર્ફ નૂર અલી મોહોમ્મદ છે જેને નર અલી મોહોમ્મદ તરીકે પણ ઓળખવામાં આવે છે, બીજા ક્રમે મોહેમ બકીરશાહ છે, ત્રીજા ક્રમે સૈયદ મોહોમ્મદ નિઝારશાહ છે, ચોથા ક્રમે સૈયદ મોહોમ્મદ ખાલીકશાહ છે, અને પાંચમા ક્રમે બીબી અઝીઝા નું નામ આવે છે જે ઇમામશાહબાવા ના એક માત્ર દીકરી હતા.

હઝરત પીર ઇમામશાહબાવા દ્વારા કરવામાં આવેલા ચમત્કારો વિશે ઘણા સાહિત્યઓ મળી આવે છે, જેમાં કાશી જતા સંઘ ને રોકી ને પીરાણા ખાતે દરગાહ થી થોડે અંતરે આવેલા ગંગા કુવા માં કાશી ના દર્શન દેખાડવામાં આવ્યા હતા તે મોખરે છે. જેને બહોળા પ્રમાણ માં ત્યાર ના હિન્દૂ લોકો ના જાહેર અને છુપી રીતે સતપંથ માં જોડાવાનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. તેમજ ગામ ના બાળકો ને પુનર્જીવિત કરવાના કિસ્સાઓ, રુહાની શક્તિ ની કથાઓ વગેરે જોવા મળે છે. આ ચમત્કારો ના કારણે સુલતાન મહેમુદ બેગડા દ્વારા હઝરત પીર સૈયદ ઇમામશાહ બાવા ને પોતાના મહેલ માં આમંત્રિત કરાયા હતા અને તેમની કસોટી કરવા માટે બિલાડી નું માંસ અને સરબત માં ઝેર ભેળવી તેમને અપાયો હતો, હઝરત ઇમામશાહબાવા એ જ્યારે ભોજન તરફ જોયું ત્યારે બિલાડી જીવિત થઈ ને ચાલવા માડી અને ઝેર તે પોતે પી ગયા. બેગડા ને તેમના પર વિશ્વાસ આવ્યો અને તેને માફી માંગી તેમજ તેમના મોટા દીકરા હઝરત સૈયદ નૂર અલી મોહોમ્મદશાહ જોડે તેની દીકરી બીબી બુઝુર્ગ ખાતુન ને લગ્ન માં આપ્યા. સાથે જ હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ બેગડા ને પાવાગઢ અને જૂનાગઢ જીતવા માટેની દુઆ આપી.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ની વફાત રમઝાન માસ ની 26 મી તારીખે હિજરી 926 માં એટલે કે 09 સપ્ટેમ્બર 1520 રવિવાર ના રોજ થઈ હતી. આજે પણ પીરાણા ખાતે લગભગ 550 વર્ષ જૂની હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ની દરગાહ આવેલી છે, જેમાં દરગાહ માં વચ્ચે પીર સૈયદ ઇમામશાહબાવા ની કબર છે, પશ્ચિમ દિશામાં તેમના મોટા દીકરા હઝરત પીર સૈયદ નૂર અલી મોહોમ્મદશાહ ની કબર છે તેમજ પૂર્વ દિશા માં તેમના પવિત્ર પત્ની હઝરત ફાતિમા બીબી ની કબર આવેલી છે. મુખ્ય દરગાહ ની બહાર પહેલી કબર હઝરત નૂર મોહોમ્મદશાહ ના પવિત્ર પત્ની અને મહેમુદ બેગડા ના દીકરી હઝરત બીબી બુઝુર્ગ ખાતુન ની છે.

હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના દીકરાઓ માં હઝરત નૂર અલી મોહોમ્મદશાહ સિવાય બીજા દીકરા હઝરત પીર સૈયદ મોહિમ બકીરશાહ ની દરગાહ અમદાવાદ સારંગપુર ચાર ટોળા કબ્રિસ્તાન પાસે આવેલી છે, જેનો વહીવટ અમદાવાદ ના નૂરશાહી જમાત ના લોકો કરે છે. ત્રીજા દીકરા હઝરત પીર સૈયદ મોહોમ્મદ નિઝારશાહ ની દરગાહ ખંભાત ના નારંગેસર તળાવ ઉપર આવેલી છે, જેમના અનુયાયી માં મુસ્લિમો ઉપરાંત કુંભાર, ગોલા, કાછીયા, કડીયા વગેર વર્ણ ના લોકો નો સમાવેશ થાય છે. ચોથા દીકરા હઝરત પીર સૈયદ મોહોમ્મદ ખાલીકશાહ ની દરગાહ ગુજરાત ના કડિ પ્રાંત ના પાટણ શહેર માં આવેલી છે, તેમના અનુયાયીઓ માં મુસ્લિમો ઉપરાંત કંદોઈ, ભાવસાર, મોઢ, ઘાંચી વગેરે નો સમાવેશ થાય છે જે બધા સતપંથી હોય છે એટલે કે પોતે અન્ય ધર્મ ના હોવા છતાં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા એ બતાવેલા ઇસ્લામ ના પંથ માં શ્રદ્ધા રાખનારા હોય છે.

હઝરત પીર ઇમામશાહબાવા ના મોટા દીકરા નૂર અલી મોહોમ્મદશાહ ને ત્રણ પત્નીઓ હતા જેમાં પ્રથમ હઝરત બીબી બુઝુર્ગ હતા જે મહેમુદ બેગડા ના દીકરી હતા. તેમને 9 દીકરા અને 6 દીકરીઓ હતી જેમાંથી અમુક નાની ઉંમરે ગુજરી ગયા હોવાથી તેમના નામ ઓછા જણાય છે, તેમના દીકરા સૈયદ શાહબુદ્દીનબાવા, સૈયદ મુસ્તુફાબાવા, સૈયદ શેરઅલીબાવા, બીબી રાજેઆલમ વગેરે છે.
જેમાં સૈયદ શાહબુદ્દીનબાવા ની દરગાહ ઠીક હઝરત પીર ઇમામશાહબાવા ની દરગાહ ના પૂર્વ દિશામાં આવેલી છે, સૈયદ શાહબુદ્દીનબાવા ના વંશજો જલાલશાહી સૈયદ તરીકે ઓળખાય છે.
સૈયદ મુસ્તુફા બાવા વંશજો નૂરશાહી સૈયદ તરીકે ઓળખાય છે જેમની દરગાહ હઝરત ઇમામશાહબાવા દરગાહ પરિસર માં જ નગીના ઘુમટી ની પૂર્વ દિશા માં આવેલી છે. તેમના દીકરા હઝરત પીર સૈયદ નૂરશાહ, પીર સૈયદ વલનશાહ અને પીર સૈયદ ફતાહઉલ્લાહશાહ છે જેમની દરગાહઓ હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા દરગાહ ની પશ્ચિમ દિશામાં આવેલી છે જે ઇમામશાહબાવા દરગાહ ની જેમજ ભવ્ય છે.
હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના પુત્ર હઝરત નૂર અલી મોહોમ્મદશાહ ના બીજા પત્ની બીબી પરમાબાઈ હતા જેમને એક દીકરા હતા જેમનું નામ ખાન મોહોમ્મદ હતું, જેમના વંશજો સૈયદખાની સૈયદ તરીકે ઓળખાય છે. તેમની દરગાહ ઇમામશાહબાવા દરગાહ ની ઠીક બાજુ માં પૂર્વ દિશા માં આવેલી છે.
નૂર અલી મોહોમ્મદશાહ ના ત્રીજા પત્ની જમાલ બાઈ ને એક દીકરા હતા જેમનું નામ સૈયદ અલી હતું જેઓ નાની વયે વફાત પામ્યા હતા. બીબી જમાલબાઈ ની કબર મુખ્ય દરગાહ ની બહાર બીબી બુઝુર્ગ ખાતુંન ની બાજુમાં આવેલી છે. તેમજ સૈયદ અલી ની કબર દરગાહ ની બહાર જમણી બાજુ એ આવેલી છે.

દરગાહ ની ઠીક બહાર હઝરત ઇમામશાહબાવા ના શિષ્ય(ખલિફા) હઝરત હઝરબેગ બાવા ની કબર આવેલી છે, જેના માથા ની તરફ પથ્થર ની ત્રણ તકતીઓ લાગેલી છે જેમાં તે સમય ની રાજભાષા ફારસી માં કુરાન ની આયાત, હઝરત ઇમામશાહ બાવા અને હઝરબેગબાવા ની ઉંમરી, દરગાહ ની વિગતો લખેલી છે. જે આજે પણ હઝરત હઝરબેગબાવા ની કબર પર લાગેલી છે. દરગાહ માં અમુક વર્ષો પહેલા સુધી હઝરત નૂર મોહોમ્મદશાહ બાવા ની કબર પાસે કુરાન રાખવામા આવેલું હતું, અરબી ભાષા માં આયાતો રાખવામાં આવેલી હતી જેને કોમી વિખવાદોમાં સંચાલન કર્તાઓ દ્વારા ધીરે ધીરે હટાવી લેવાયું, પરંતુ આજે પણ જુના ફોટોગ્રાફ્સ પર થી તેને સમજી શકાય છે. 2001 સુધી મોહરમ માસ ની નવમી અને દસમી તારીખે તાજીયા નો ભવ્ય જુલુસ તથા ઇસ્લામિક પરચમ એટલે કે અલમ હઝરત ઇમામશાહબાવા દરગાહ પરિસર માં થઈ ને કાઢવામાં આવતા હતા જે 2001 માં થયેલા સૈયદો અને મોમીન એટલે કે સતપંથી સમાજ ના આંતરિક વિખવાદ ના કારણે સ્થગિત કરવામાં આવ્યુ.

દરગાહ ની પશ્ચિમ દિશામાં 17મી સદી માં તે સમય ના ગાદીપતિ કાકા અબ્દુરરહીમ દ્વારા નિર્માણ પામેલી લગભગ 270 થી 300 વર્ષ જૂની મસ્જિદ પણ આવેલી છે, જેને ઇમામશાહી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આજે પણ સૈયદો અને અન્ય મુસ્લિમો નમાઝ અદા કરે છે. હઝરત પીર ઇમામશાહબાવા દરગાહ ની ઠીક દક્ષિણ માં ઇમામશશબાવા ના વંશજો નું કબ્રિસ્તાન આવેલું છે જેને ઇમામશાહી કબ્રિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. દરગાહ પરિસરમાં જ નગીના ઘુમટી આવેલી છે જેનું મુખ દક્ષિણ દિશા તરફ હતું અને હઝરત ઇમામશાહબાવા ગાદી પર બેસી ને લોકો ને જ્ઞાન આપતા હતા.

હઝરત ઇમામશાહબાવા દરગાહ નું સંચાલન ધી ઇમામશાહબાવા રોઝા સંસ્થા ટ્રસ્ટ વડે કરવામાં આવે છે જેનું નિર્માણ 1939 માં થયું હતું. જેનું સંચાલન 1 કાકા અને 10 ટ્રસ્ટીઓ વડે કરવામાં આવે છે જેમાં 3 હઝરત પીર સૈયદ ઇમામશાહ ના વંશજો ટ્રસ્ટી હોય છે જે પીરાણા, કાનમ અને પેટલાદ વિસ્તાર થી ચૂંટાય છે. ઇમામશાહ બાવા ના ત્રણે વંશજ ટ્રસ્ટીઓ ને જ કાકા (ગાદીપતિ) નિમવાનો અધિકાર અપાયેલો છે તથા તમામ વંશજો ને ટ્રસ્ટ ની મિલકત અને ઇમામશાહબાવા દરગાહ ની આવક પર વંશજ તરીકે કબજો કોર્ટ દ્વારા 1939 માં અપાયેલો છે. બીજા સાત સતપંથી ટ્રસ્ટીઓ હોય છે જે માનકુવા, વિથોણ, નેત્રા, કપડવંજ, સુરત, ભાવનગર અને ચરોતર માં થી ચૂંટાય છે જેમના માટે સતપંથ ધર્મ પાળવો ફરજિયાત છે.

2019 થી આજ સુધી સમારકામ ની આડ માં દરગાહ ના ભૌતિક ઢાંચા માં જંગી ફેરફાર કરાયો છે, જેમાં ઇમામશાહબાવા દરગાહ ની જાળીયો, નકશી વગેરે બદલવામાં આવ્યા છે. સુંદર ઈરાની શૈલી નું અકીક કામ કાઢી ને આરસ લગાવાયા છે, દરગાહ માં હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા, તેમના પૂત્ર હઝરત સૈયદ નૂર અલી મોહોમ્મદશાહ તથા સૈયદ ઇમામશાહ બાવાના પત્ની હઝરત ફાતિમાબીબી ની કબર ઉપર ચાંદી થી મઢેલી અને કુરાની આયાતો કંડારેલી લાકડા ની છત્રી હટાવી ને સાદી છત્રી લાગાવી દેવાઈ છે, ઘુમ્મટ પાસે આવેલી ઈરાની છબી ને બદલી ને જ્યોત ની છબી લગાડવામાં આવી છે, મુખ્ય દરવાજા પર ભારતીય મંદિર શૈલી પ્રમાણે તોરણ લાગવાયું છે. હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા ના વંશજ હઝરત નૂરશાહબાવાની દરગાહ, હઝરત પીર સૈયદ ઇમામશાહબાવા વંશજો નું ઇમામશાહી કબ્રિસ્તાન, ઇમામશાહી મસ્જિદ વગેરે ઇસ્લામિક મિલકતો ને લગભગ 22 ફૂટ ઊંચી દીવાલ થી તારીખ 30 જાન્યુઆરી 2022 ના રોજ ઢાંકી દેવાઈ છે, જેના પાછળ નો ઉદ્દેશ્ય ઇસ્લામિક શૈલી ને છુપાવવાનો છે. હઝરત સૈયદ ઇમામશાહબાવા દરગાહ પરિસર માં આવેલી તમામ કબરો ને ઉંચા કઠેરા અને દીવાલો થી ઢાંકી દેવાઈ છે જે ખરેખર ઇસ્લામિક શૈલી ને ભોળાભાળા હિંદુઓ થી છુપાવવાનો પ્રયાસ છે જેને કદી સાચો સતપંથી સહન કરી શકશે નહીં.

IMAMSHAH BAVA ROZA TRUSTEES

Siraj Husen Saiyed From Pirana

Nazir Husen Saiyed From KANAM

Nadeem Saiyed From  PETLAD